Anganwadi Bharti 2025: ગુજરાતમાં 9,895 જગ્યાઓ માટે વગર પરીક્ષાએ સીધી ભરતી, મહિલાઓ માટે સુવર્ણ તક

WhatsApp ગ્રુપમા જોડાવો Join Now
Telegram ગ્રુપમા જોડાવો Join Now

Anganwadi Bharti 2025: ગુજરાતમાં આંગણવાડીમાં 9,895 જગ્યાઓ માટે મોટી ભરતી, મહિલાઓ માટે વગર પરીક્ષાએ સીધી નોકરી મળશે. તરત અરજી કરો e-hrms.gujarat.gov.in પરથી.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓમાં Anganwadi Bharti 2025 માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ICDS (Integrated Child Development Service) યોજના હેઠળ થશે, જેમાં Worker, Mini Worker અને Helper સહિત કુલ 9,895 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાની નથી, માત્ર મેરિટના આધારે પસંદગી થશે. એટલે મહિલાઓ માટે ઘરઆંગણે જ નોકરી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે.

Anganwadi Bharti 2025 મૈન હાઈલાઈટ

ભરતીનું નામAnganwadi Bharti 2025
કુલ જગ્યાઓ9,895
પાત્રતાફક્ત મહિલા ઉમેદવાર
ઉંમર મર્યાદાWorker: 18-33, Helper: 18-43
લાયકાતWorker: 12 પાસ, Helper: 10 પાસ
પગાર ધોરણWorker: ₹10,000, Helper: ₹5,500
અરજી શરૂચાલુ
અરજી માધ્યમOnline (e-hrms.gujarat.gov.in)

પાત્રતા માપદંડ

  • ઉમેદવાર ફક્ત મહિલા જ હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ.
  • જે ગામ/વોર્ડમાં આંગણવાડી કેન્દ્ર આવેલું છે, ત્યાંની સ્થાયી રહેવાસી હોવી જરૂરી.
  • ઉંમર મર્યાદા:
    • Worker/Mini Worker માટે 18 થી 33 વર્ષ.
    • Helper માટે 18 થી 43 વર્ષ.
      (ઉંમરની ગણતરી 30 ઓગસ્ટ 2025 મુજબ થશે)

શૈક્ષણિક લાયકાત

  • Worker/Mini Worker માટે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ.
  • Helper માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ.
  • ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ મેરિટ ન્યૂનતમ લાયકાતના ગુણ પરથી નક્કી થશે.

પગાર ધોરણ

  • Worker/Mini Worker: ₹10,000 પ્રતિ મહિનો
  • Helper: ₹5,500 પ્રતિ મહિનો

જરૂરી દસ્તાવેજો

  • ધોરણ 10/12ની માર્કશીટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો પુરાવો
  • આધાર કાર્ડ / રેશન કાર્ડ / ડોમિસાઈલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • ઉચ્ચ શિક્ષણના પ્રમાણપત્રો (જો હોય તો)
  • મેડિકલ સર્ટિફિકેટ (પસંદગી પછી)

અરજી પ્રક્રિયા

  1. સત્તાવાર વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
  2. ‘Recruitment’ વિભાગમાં જઈ Anganwadi Bharti 2025 નોટિફિકેશન ખોલો.
  3. નોટિફિકેશન સારી રીતે વાંચીને પાત્રતા ચકાસો.
  4. ‘Apply Online’ પર ક્લિક કરીને જરૂરી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
  5. ઓનલાઈન ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  6. ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજનું પ્રિન્ટ રાખો.

નિષ્કર્ષ

દોસ્તો, Anganwadi Bharti 2025 મહિલાઓ માટે એક મોટી તક છે જેમાં પરીક્ષા વગર સીધી મેરિટથી નોકરી મળશે. જો તમે પાત્ર હોવ તો તરત જ ઓનલાઈન ફોર્મ ભરીને તમારી જગ્યા નક્કી કરો.

3 thoughts on “Anganwadi Bharti 2025: ગુજરાતમાં 9,895 જગ્યાઓ માટે વગર પરીક્ષાએ સીધી ભરતી, મહિલાઓ માટે સુવર્ણ તક”

Leave a Comment