Manav Kalyan Yojana નો લાભ લો: દરજી, મોબાઇલ રિપેરિંગ, બ્યુટી પાર્લર સહિત 28 બિઝનેસમાં સહાય.

WhatsApp ગ્રુપમા જોડાવો Join Now
Telegram ગ્રુપમા જોડાવો Join Now

માનવ કલ્યાણ યોજના 2025: 28 વ્યવસાયમાં મફત ટૂલ્સ કીટ! ₹48,000 સુધીની સહાય. જાણો પાત્રતા, અરજી પ્રક્રિયા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી એક અગત્યની પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગના લોકોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. આ યોજના હેઠળ, લાભાર્થીઓને તેમનો ધંધો શરૂ કરવા અથવા વિસ્તારવા માટે જરૂરી Tools Kit સહાય રૂપે આપવામાં આવે છે. આ યોજના માટે અરજી કરવી હોય તો તમારે e-kutir.gujarat.gov.in વેબસાઇટ પર જવું પડશે.

માનવ કલ્યાણ યોજનાની મુખ્ય માહિતી (Manav Kalyan Yojana Details)

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana)
વિભાગકુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ
હેતુસ્વરોજગારી (Self Employment) ની તકો સર્જવી
સંપર્ક કચેરીજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (District Industry Centre)
અરજી પ્રકારઓનલાઈન અરજી (Online Application)
ઓફિસિયલ વેબસાઇટe-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના શું છે? (What is Manav Kalyan Yojana?)

મિત્રો, આ યોજના ખરેખર એક game changer સાબિત થઈ શકે તેવી છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવન ગાળતા કારીગરો અને નાના વ્યવસાયીઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1995માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના અંતર્ગત, કુલ 28 પ્રકારના વ્યવસાય માટે જરૂરી સાધનોની સહાય (Tools Kit) આપવામાં આવે છે. જેમ કે ફેરી લગાવવી, શાકભાજી વેચવી, સુથારીકામ, મોચીકામ, દરજીકામ, વગેરે.

માનવ કલ્યાણ યોજના હેઠળ 28 વ્યવસાયોની યાદી (Manav Kalyan Yojana Business List)

ચાલો હવે જોઈએ કે કયા કયા વ્યવસાયો માટે સહાય મળે છે અને તેની અંદાજિત કિંમત કેટલી છે.

અ.નં.વ્યવસાયનું નામઅંદાજિત કિંમત (₹)
1કડીયાકામ14,500
2સેન્ટિંગ કામ7,000
3વાહન સર્વિસિંગ અને રિપેરિંગ16,000
4મોચીકામ5,450
5દરજીકામ21,500
6ભરતકામ20,500
7કુંભારીકામ25,000
8વિવિધ પ્રકારની ફેરી13,800
9પ્લમ્બર12,300
10બ્યુટી પાર્લર11,800
11ઇલેક્ટ્રિક કામ14,000
12ખેતીલક્ષી સુથારી/વેલ્ડિંગ કામ15,000
13સુથારી કામ9,300
14ધોબીકામ12,500
15સાવરણી સુપડા બનાવનાર11,000
16દુધ-દહીં વેચનાર10,700
17માછલી વેચનાર10,600
18પાપડ બનાવટ13,000
19અથાણા બનાવટ12,000
20ગરમ-ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ15,000
21પંચર કીટ15,000
22ફ્લોર મીલ15,000
23મસાલા મીલ15,000
24રૂની દિવેટ બનાવવી (સખી મંડળ માટે)20,000
25મોબાઇલ રિપેરિંગ8,600
26પેપર કપ/પેપર ડીશ બનાવટ (સખી મંડળ માટે)48,000
27હેર કટિંગ (વાળંદ કામ)14,000
28રસોઈ માટે પ્રેશર કુકર3,000

માનવ કલ્યાણ યોજના માટે પાત્રતા (Eligibility)

દોસ્તો, આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે.

  • આવક મર્યાદા (Income Limit):
    • ગ્રામ્ય વિસ્તાર (Rural Area): કુટુંબની વાર્ષિક આવક ₹1,20,000 સુધી.
    • શહેરી વિસ્તાર (Urban Area): કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000 સુધી.
  • ઉંમર મર્યાદા (Age Limit): અરજદારની ઉંમર 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

મિત્રો, અરજી કરતી વખતે તમારે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે.

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, મતદાન કાર્ડ, લાઇસન્સ, લીઝ ડીડ)
  4. જાતિનો દાખલો
  5. આવકનો દાખલો
  6. શિક્ષણના પુરાવા
  7. વ્યવસાયલક્ષી તાલીમનો પુરાવો (જો હોય તો)
  8. નોટરાઇઝ્ડ સોગંદનામું (Affidavit)
  9. એકરારનામું (Undertaking)

માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (How to Apply Online?)

ચાલો બાબે, હવે જાણીએ અરજી કરવાની સરળ પ્રક્રિયા.

  1. સૌપ્રથમ e-kutir.gujarat.gov.in ઓફિસિયલ વેબસાઇટ પર જાવ.
  2. હોમપેજ પર, “કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ”ના વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારી સામે વિવિધ યોજનાઓની યાદી ખુલશે. તેમાંથી “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરો.
  4. યોજનાની તમામ માહિતી ધ્યાનથી વાંચો.
  5. “ઓનલાઈન અરજી કરો”ના બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરો.
  6. તમારો લોગિન ID અને પાસવર્ડ બનાવો.
  7. લોગિન કર્યા બાદ, અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  8. બધા જ જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો. ખાસ ધ્યાન રાખો કે ફક્ત સ્કેન કરેલા અને સ્પષ્ટ દસ્તાવેજો જ અપલોડ કરો.
  9. તમામ માહિતી ભરી અને દસ્તાવેજો અપલોડ કર્યા બાદ, અરજી સબમિટ કરો.
  10. અરજીની પ્રિન્ટ (છાપ) કાઢીને સુરક્ષિત સ્થાને રાખો.

Important Links

વિગતલિંક
Offcial Notificationઅહીં ક્લિક કરો
Offcial Siteઅહીં ક્લિક કરો
Mobile Applicationsડાઉનલોડ કરો

Conclusion

મિત્રો, માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ અને લાભકારી યોજના છે જે નાના ધંધાર્થીઓને તેમનું સ્વપ્નું વ્યવસાય શરૂ કરવામાં અથવા હાલના વ્યવસાયને વિસ્તારવામાં મદદ કરે છે. જો તમે અથવા તમારા જાણીતા કોઈ વ્યક્તિ આ પાત્રતા ધરાવે છે, તો Online Application કરવામાં કોઈ સંકોચ ન કરશો. આ સુવર્ણ તક ના લાભ લો અને આર્થિક રીતે સ્વાવલંબી બનો. વધુ માહિતી માટે નીચે આપેલી લિંક્સનો ઉપયોગ કરશો.

Leave a Comment